મારૂ નામ હાર્દિક કલ્પદેવ પંડ્યા છે. હું સંસ્કૃત વિષયમાં સ્નાતક છું. જીવન નિર્વાહ માટેની પ્રવૃત્તિ એટલે ધંધો… પ્રિંટિંગ અને ડિઝાઈનિંગનો કરું છું. એક લેખક તરીકે હું અછાંદસ, કવિતા, માઈક્રોફિકશન, પ્રેરક લેખ વગેરે લખું છું. મારા જીવનનો સિદ્ધાંત છે “સકારાત્મક રહેવું અને સકારાત્મક્તા ફેલાવવી.” અને એ જ હેતુસર આ વેબસાઈટની શરૂઆત થઈ કરી છે. મારા શબ્દો થકી જો કોઈ એક પણ સકારાત્મક અભિગમ આપનાવવા પ્રેરિત થશે તો મારો આ વેબસાઈટ તૈયાર કરવાનો પ્રયાસ સફળ.
હાર્દિક કલ્પદેવ પંડ્યા